નવા મકાનમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગવાથી એકનુ મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નવા મકાનમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગવાથી એકનુ મોત નિપજ્યું મહુધામાં જુના સૈયદવાડા વિસ્તારમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં શખ્સને કરંટ લાગ્યો હતો. જેના કારણે તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ બનાવ મામલે મહુધા પોલીસે અપમૃત્યનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. મહુધા નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરી ફળિયા પાછળ આવેલ જુના સૈયદવાળા ખાતે રહેતા મલેક યાકૂબ હુશેન ગુલામ નબી પોતાનું નવું મકાન બનાવી રહ્યા છે. સોમવારે સવારે તેઓ નવા મકાન પર પાણી છાંટવા માટે મોટર ચાલુ કરવા ગયા હતા. ત્યારે અચાનક વીજ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના બાદ આસપાસ રહેતા લોકોએ દોડી આવી યાકુબ હુશેન મલેકને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતાં. પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતુ. આ બનાવ મામલે મહુધા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.