કારઠ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
કારઠ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાની કારઠ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ તથા વાર્તા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ક્લસ્ટરની તમામ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન તથા વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વાર્તા સ્પર્ધા, વગેરે… જેવી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કલા ઉત્સવના અંતે કારઠ સી.આર.સી. દલસિંગ ડાંગી , કારઠ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ ડામોર તથા વિવિધ શાળાના શિક્ષકો દ્વારા વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


