ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિત્તે કિશોરી મેળાનું આયોજન.
ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિત્તે કિશોરી મેળાનું આયોજન મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ-૨૦૨૩” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને તા.૨ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ બીજા દિને “બેટી બચાવો બેટી પઢાવો” દિવસ અંતર્ગત ડો.ભીમરાવ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આઇ.સી. ડી. એસ. વિભાગ ખેડાના સંયુકત ઉપક્રમે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં સી.ડી.એચ.ઓશ્રી દ્વારા PCPNDT એક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને રમત- ગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ, આરોગ્ય વિભાગ માંથી સી.ડી.એચ.ઓ, દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી, સી.ડી.પી. ઓ પ્રજ્ઞાબેન તથા ગીતાબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમ માંથી લીગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી કિર્તીબેન જોષી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ માંથી પેનલ એડવોકેટ ચરૂલત્તા એન. પડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓએ પણ હાજરી આપી હતી.