ગરબાડામાં ચાર દિવસ બાદ ખાતરનો જથ્થો આવતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડામાં ચાર દિવસ બાદ ખાતરનો જથ્થો આવતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી.

વહેલી સવારથી ખાતર મેળવવા માટે પુરુષો સહિત મહિલાઓ પણ લાઈનોમાં જોવા મળી.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ધરતીપુત્રો દ્વારા મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર પણ કરી દીધું છે ત્યારે હાલ નિંદામણની પ્રક્રિયા ચાલુ હોય અને ખેડૂતોને ખાતરની જરૂરિયાત પડતા ખેડૂતો ખાતર માટે રઝળપાઠ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ગરબાડામાં આવેલા એપીએમસી કમ્પાઉન્ડમાં આવેલા ખાતર ડેપો પર વહેલી સવારથી જ લોકો ખાતર માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા મહિલાઓ પણ વહેલી પરોઢથી જ ખાતર માટે લાઈનમાં બેસી રહી હતી ખાતરની અછતના કારણે ડેપો પર ખાતર ખૂટી જતા ત્રણ ચાર દિવસથી ખેડૂતો ખાતર ડેપો પર તપાસ કરવા આવતા હતા મંગળવારે ડેપો પર ખાતર આવતા બુધવાર તેમજ ગુરુવારના બે દિવસથી વહેલી સવારે ખેડૂતો કતારબંધ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા હાલમાં મકાઈ તેમજ ડાંગર માટે ખેડૂતોને ખાતરની જરૂર પડતી ત્યારે તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે વ્યક્તિ દીઠ બે ખાતરની થેલીઓ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: