નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૩ ના ભાગ રૂપે મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કરવામાં આવી.
સિંધુ ઉદય
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૩ ના ભાગ રૂપે મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કરવામાં આવી સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ શ્રીમતી શિતલબેન વાઘેલા નારી વંદન ઉત્સવ’ ૧૧ બાળાઓને ‘‘વ્હાલી દીકરી યોજના’’ના મંજૂરી હુકમોનું વિતરણ થયું દાહોદ – ગુરુવાર- નવજીવન આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “નારી વંદન ઉત્સવ” નિમિત્તે “મહિલા સ્વાવલંબન દિવસની” ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગાર માર્ગદર્શન સેમીનાર યોજાયો. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય વિભાગો / કચેરીઓ મારફતે મેળવેલ સ્વરોજગાર તેમજ રોજગાર, જિલ્લાની મહિલાઓના સન્માન તેમજ રોજગાર મેળવવા માંગતા મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ ‘નારી વંદન ઉત્સવ’ની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંર્તગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ ૧ લી થી ૭મી ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં ત્રીજા દિવસે “મહિલા સ્વાવલંબન દિવસ” તરીકે ઉજવ્યો હતો. સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. શ્રીમતી શીતલબેન વાઘેલા એ રાજય સરકારની ઉપલ્ધીઓ વિશે જણાવ્યું હતું. આ સરકારની નિતીઓને કારણે આવનારા દિવસોમાં દરેક મહિલાઓને સ્વનિર્ભર થવાની તક ઊભી થઈ છે. સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. કુટુંબમા તેમજ રાષ્ટ્રમાં ઉપયોગી મહિલાઓનું યોગદાન વધે તે માટે રાજ્યસરકાર સતત કટીબદ્ધ છે. આ કાર્યક્રમમાં વિવિધ સહાય હેઠળ મહિલાઓને ચેક અર્પણ કરાયાં હતા. ૧૧ બાળાઓને ‘‘વ્હાલી દીકરી યોજના’’ના મંજૂરી હુકમોનું વિતરણ થયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલા સન્માન, સુરક્ષા, સલામતીને કેન્દ્રસ્થાને રાખીને અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો, ઝુંબેશો થકી મહિલા સશક્તિકરણની દિશામાં ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. સમાજની પ્રત્યેક મહિલાઓ જાગૃત અને સશક્ત બની ગામ, જિલ્લા તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપવા સક્ષમ બની રહી છે. દાહોદ જિલ્લાની દીકરીઓ પણ નિર્ભિક, શિક્ષિત અને સશક્ત બનીને દેશના વિકાસમાં સિંહફાળો આપે તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.આ પ્રસંગે દહેજ પ્રતિબંધક સરક્ષણ અધિકારીશ્રી પી.આર.પટેલ, લીડ બ્રાન્ચ મેનેજર શ્રી તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી.