એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા નિયમોનું ઉલંઘન કરતા લોકોને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા નિયમોનું ઉલંઘન કરતા લોકોને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો નડિયાદ પાસે પીજ  ગામ માં  તાલુકા  એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ ૮ વ્યકિતઓ નિયમોનું ઉલંઘન કરતી માલૂમ પડી હતી. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતીતાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા COTPA-૨૦૦૩  અંતર્ગત  પીજ ગામ  માં  તમાકુ નિયંત્રણ સેલ, વસો  ઘ્વારા તમાકુ નિયંત્રણ ની કામગીરી,કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડ નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ  વિભાગ,પંચાયત વિભાગ ના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં  લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાનેદંડ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA-૨૦૦૩  અંતગર્ત વિવિઘ કલમ હેઠળ 8 કેસ કરાયા હતા આમ સમ્રગ રેડ દરમીયાન  સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી પીજ ના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તાર માં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ માન કલેકટર-નડીઆદ ના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: