મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગેસના પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગેસના પ્રમુખ સહિત કાર્યકરો  ભાજપમાં જોડાયા આગામી લોકસભા ૨૦૨૪ની ચૂંટણી  પૂર્વે  રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં પણ રાજકીય  ચહલ પહલ તેજ બની છે.જેના ભાગરૂપે  મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે  સભ્યો અને ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત દોઢસો કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,મહામંત્રી અપૂર્વભાઈ પટેલ,સ્થાનિક ધારાસભ્યો માતરના કલ્પેશભાઈ પરમાર અને મહુધાના ધારા સભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કમલમ,નડિયાદ સ્થિત જિલ્લા  ભાજપ કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં મહુધા તાલુકા પંચાયતના સભ્ય  ભરતસિંહ સોઢા અને રમેશભાઈ વસાવાએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ  આપી  ભાજપમાં જોડાઈ ગયા હતા.ખેડા શહેર   કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ,રોહિતભાઈ પટેલ સહિત ૩૮થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.ખેડા જિલ્લા  ભાજપ પ્રમુખ અજયભાઈ  બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાલક્ષી અભિગમ અને મહુધાના સ્થાનિક  ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જનતાને ઉપયોગી બની રહેવાની કામ કરવાની નવતર શૈલીને લીધે  કૉંગ્રેસના હોદ્દેદારો અને  કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ  રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!