દાહોદ એલ.સી.બી. પોલીસે ગંજીપત્તા પાનાથી જુગાર રમતા ૦૬ જુગારીઓને પોલીસે ઝડપી પાડયુ.
દાહોદ અજય સાંસી
દાહોદ તાલુકાના દેલસર ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે ગંજીપત્તા પાનાથી જુગાર રમતા ૦૬ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૧,૭૧૪ તથા મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૨૨,૭૧૪ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.દાહોદ જિલ્લામાં પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં ચાલતી જુગારની પ્રવૃતિઓ, ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી, નાસતા ફરતા આરોપીઓ, અસમાજીક તત્વોને ઝડપી પાડવા વિગેરે જેવા ગુન્હાઓના આરોપીને પકડી પાડવા તેમજ કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના દેલસર ગામે ડામોર ફળિયામાં રહેતો ભુરસીંગ સામજીભાઈ ભુરીયાનાનો માણસોને બોલાવી ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમી-રમાડતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા અનિલભાઈ રમેશભાઈ પારગી, ખુનાભાઈ ઉર્ફે હુનાભાઈ મકનાભાઈ ભુરીયા, રાજુભાઈ વરસીંગભાઈ ડામોર, વાલચંદભાઈ ઉર્ફે વાલુભાઈ માનસીંગભાઈ ડામોર, દશુભાઈ કલસીંગભાઈ ડામોર અને દલુભાઈ ડામોરને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૧,૭૧૪ તેમજ ૦૪ મોબાઈલ ફોન કિંમત રૂા. ૧૧,૦૦૦ વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૨૨,૭૧૪નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

