લીટર માસ્ટર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોને પંચામૃત ડેરી પર લઈ જઈ અલગ અલગ પ્લાન્ટ વિશે સમજ આપવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
લીટર માસ્ટર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોને પંચામૃત ડેરી પર લઈ જઈ અલગ અલગ પ્લાન્ટ વિશે સમજ આપવામાં આવી
લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી તારીખ 4 ઓગસ્ટ 2023 ના રોજ શાળામાંથી ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓને લીમડી શાખામાં આવેલી પંચામૃત ડેરીમાં ફિલ્ડ ટ્રીપ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં કે.વી પાટીલ તેમજ જે.એચ.બારીયા દ્વારા શાળાના બાળકોને અલગ અલગ પ્લાન્ટ વિશેની માહિતી આપી હતી જેમાં અલગ અલગ મશીનો જેમકે સાઇન મશીન બોઇલર મશીન સોલર પ્લાન્ટ કોલ્ડ સ્ટોરેજ તેમજ નાના નાના ગામડામાંથી દૂધ કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર અમિત દેવડા તેમજ શાળાના આચાર્ય મિત્તલ શર્માના માર્ગદર્શન હેઠળ મોહિનીબેન અને રેણુકાબેન તેમજ વંદનાબેન એ બાળકોને દૂધમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવાનું કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે બાળકો અલગ અલગ વાનગીઓ બનાવીને લાવ્યા હતા. બાળકોને આ ટ્રીપ માંથી ઘણું બધું જાણવા મળ્યું છે તેથી શાળા તરફથી જે.એચ.બારીયા તેમજ કે.વી.પાટીલનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.


