વિરપુર ના રસ્તે ફરતી ગાયોને રિફલેકટર બેલ્ટપેહરાવાયા,
સંજય જયસ્વાલ સંતરામપુર
વિરપુર ના રસ્તે ફરતી ગાયોને રિફલેકટર બેલ્ટપેહરાવાયા,
ગૌ પ્રેમી સ્વયંસેવકોની ગૌમાતાના પત્યે સરાહનીય કામગીરી,વિરપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેર માર્ગ પર ગાયો જોવા મળી રહી છે, અને રસ્તા પર રઝળતી ગાયોને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાયો રહ્યા છે તેમાં વાહન ચાલક અથવા ગૌ માતાનેઇજાઓ પોહોચતી હોવાની ઘટનાઓ બનતીરહે છે, તેમાંયે ખાસ કરી રાત્રી નો સમયે ઘટનાઓ વધુ બનતી હોય છે તેની અટકાવવા માટે વિરપુર તાલુકાના ગૌ પેમી ગૌ રક્ષક યુવાનો અને નમો નમઃ પરિવાર અમદાવાદ દીપકભાઈ ભંડારી, બેંગલોરના સહયોગથીઅનોખી પહેલ શરૂ કરી છે,આ અભિગમ વચ્ચે વિરપુર પંથકની તમામગાયોના ગળામાં રીફલે કટર રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યો છે, ગૌ વંશ ને બચાવવા કે અકસ્માત નિવારવા એક નવીન પહેલ વિરપુરના ગૌ પ્રેમી દિલીપભાઈ પ્રજાપતિ સહિત તેમની ટીમ દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી છેઆ પહેલ અંતર્ગત વીરપુર પંથકમાં તથા તેને જોડતા તમામ માર્ગ પર રખડતા ભટકતા ગૌ વંશના ગળામાં રેડિયમરિફલેકટર બેલ્ટ બાંધવાનો અભિગમ નગરમાં અપનવવામા આવ્યો છે,