કતવારા પોલીસે રહેણાક મકાનમા છાપો મકાન માંથી એક માઉઝર પિસ્ટલ તથા એક કાર્ટિઝ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

દાહોદ તા.૦૮

દાહોદ તાલુકા કતવારા પો.સ્ટે. વિસ્તારના વાંકીયા, પટેલ ફળીયામાં રહેણાંક મકાનમાંથી એક માઉઝર (પીસ્ટલ) તથા એક કાર્ટિઝ કુલ મળી રૂપિયા ૧૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપી પાડતી દાહોદ કબજે કર્યાનું જાણવા મળે છે.મે. નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સા.શ્રી પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરાનાઓની સુચના હેઠળ ર્ડો.રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક સા.શ્રી દાહોદ નાઓએ જીલ્લામાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવા તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા એ.ટી.એસ. ચાર્ટર મુજબની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ શ્રી એસ.એમ.ગામેતીના માર્ગદર્શનમાં એસ ઓ જી. ટીમ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઇસમો તથા એ.ટી.એસ. ચાર્ટર મુજબની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ માહીતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી તે અંતર્ગત એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એસ.એમ.ગામેતી નાઓની સુચના મુજબ આજ રોજ એસ.ઓ.જી. દાહોદના અ.પો.કો. દિવાનભાઇ જામસિંગભાઇ બ.નં.૧૧૭૦ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, અગાઉ પીપલોદ પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી.ના ડુપ્લીકેટ પોલીસ કર્મચારી બની બળજબરીથી ખેડુત પાસેથી પૈસા પડાવવાના ગુન્હામાં પકડાયેલ વાંકિયા ગામનો બાબુભાઇ જીમાલભાઇ મોહનીયા હાલમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી પોતાની સાથે ગેર કાયદેસર હથિયાર માઉઝર પિસ્ટલ સાથે રાખી ફરે છે તેવી મળેલ બાતમી આધારે આરોપી બાબુભાઇ જીમાલભાઇ મોહનિયા (રહે. વાંકીયા, પટેલ ફળીયું, તા.જી. દાહોદ) નાને સાથે રાખી તેના રહેણાંક ઘરમાં ઝડતી તપાસ કરતાં રહેણાંક મકાનમાં ગે.કા. માઉઝર (પીસ્ટલ) કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગઃ-૦૧ કિ.રૂ. ૧૦૦/- તથા ત્રણ ઓળખકાર્ડ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૧૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે કબજે કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કતવારા પો.સ્ટે.માં આર્મ્સ એકટ કલમ.૨૫ (૧-બી) એ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: