ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ સુખસર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુ.એન.ઓ.) દ્વારા આખા વિશ્વ એ જ્યારે આદિવાસી સમાજની નોંધ લઇ 9 મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે માન્યતા આપી જાહેર કરવામાં આવેલ છે.જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુખસર ખાતે કરવામાં આવી હતી.જેમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના રાજકીય આગેવાનો,આદિવાસી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પૂર્વે મોટા નટવા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોને આવકાર્યા હતા. ત્યારબાદ દાહોદ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ દાહોદ જિલ્લામા વિશેષ મહત્વ ધરાવે છે.ખાસ કરીને આદિવાસી સમાજમાં આ દિવસનું અનેરુ મહત્વ છે.આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે દર વર્ષે 9 ઓગસ્ટ ની વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જેમાં વંશ પરંપરાગત વેશભૂષા,સંસ્કૃતિ સાથે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.અને સાંસ્કૃતિક રેલીઓ કાઢવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ સુખસર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપી આદિવાસી સમાજને સંગઠિત રહી સમાજને આગળ લાવવા આહવાન કર્યું હતું.જ્યારે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના ગરીબ પરિવારો માટે સમાજને આગળ લાવવા અમલમાં મૂકેલી યોજનાઓ વિશે સમજ આપ