ઝાલોદ નગરમાં આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત
ઝાલોદ નગરમાં આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી એક તીર એક કમાન આદિવાસી એક સમાન , જય જોહારના ગગનભેદી નારા સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠયુંઆદિવાસી પ્રખ્યાત ગાયક કલાકાર પારૂલ રાઠવા અને ભાવેશ ખાંટના સંગીતના તાલ સાથે આદિવાસી રેલી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ઑગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવેલ છે. આદિવાસી સમાજ દ્વારા પોતાની એકતા દર્શાવવા આ દિવસની ઉજવણી ગૌરવભેર કરતા હોય છે. આદિવાસી સમાજ આ દિવસે પોતાની કોઈ પણ રાજકીય વિચારધારા છોડી સહુ એક જૂટ થઈ આ દિવસની ઉજવણી કરતા હોય છે. 9 ઑગસ્ટ એટલે આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસતની પરંપરા અને અસ્મિતાને ઉજાગર કરતો દિવસ તરીકે પણ ઓળખવામાં છે.ઝાલોદ નગરમાં ભીલ રાજા ઝાલા વસૈયા ચોક મુવાડા ખાતે થી આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના સહુ અગ્રણીઓ તેમજ સહુ આદિવાસી સમાજના લોકોએ રાજા ઝાલા વસૈયાની પૂજા અર્ચના તેમજ ફૂલહાર પહેરાવી રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના લોકોએ ઢોલ કુંડી સાથે આદિવાસી નૃત્ય કરતા રેલીમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના લોકોએ આદિવાસી પહેરવેશ સાથે રેલીમાં જોડાયેલ જોવા મળતા હતા. આજની રેલીમાં વિશેષ આકર્ષણ તરીકે આદિવાસી સમાજના પ્રખ્યાત ગાયક કલાકાર પારૂલ રાઠવા અને ભાવેશ ખાંટ આવેલ હતા. સંગીત અને ડીજેના તાલે રેલીએ નગરમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. ત્યારબાદ નગરના દરેક વિસ્તારોમાંથી આ રેલી નીકળી હતી. આજના દિવસે આદિવાસી સમાજ દ્વારા નગરમાં મુકેલ વિવિધ વિસ્તારોમાં સીરાની પૂજા કરવામાં આવેલ હતી. આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જોર શોર સાથે કરવામાં આવેલ હતી. આખી રેલીમાં આદિવાસી સમાજની એકતા જોવા મળી હતી. નગરમાં નીકળેલ આદિવાસી રેલી ખૂબ શાંતિ પૂર્વક નીકળી હતી. આખી રેલીમાં આદિવાસી સમાજ દ્વારા જય જોહાર તેમજ એક તીર એક કમાન આદિવાસી સહુ એક સમાન જેવા નારા સાથે નગર ગુંજાવી મૂક્યું હતું. રેલીમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ જોડાયો હતો.ઝાલોદ પોલિસ દ્વારા આદિવાસી રેલી નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા નગરમાં પોલિસ બંદોબસ્ત મુકવામાં આવેલ હતું. તેમજ પોલિસ દ્વારા આખાં નગરમાં સતત પેટ્રોલીંગ કરી નગરની શાંતિ ન જોખમાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી હતી.






