ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
પ્રવીણ કલાલ ફતેહપુરા

ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
આદિવાસી નૃત્ય ની રમઝટ બોલાવીમોટાભાગના આદિવાસી બંધુઓ પરંપારિક ડ્રેસ પહેરીને એકબીજાને શુભેચ્છા પાઠવી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુ.એન.ઓ.) દ્વારા આખા વિશ્વ એ જ્યારે આદિવાસી સમાજની નોંધ લઇ 9 મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે માન્યતા આપી જાહેર કરવામાં આવેલ છે.જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવી હતી આદિવાસી સમાજના લોકો દ્વારા પોતાનો પરમ પારંગત પોષક પહેર તીરકામઠું ભાલો જેવા પોતાના પરંપરાગત હથિયા સાથે ફતેપુરા નગરમાં રેલી સ્વરૂપે ડીજેના તાલ સાથે અલગ અલગ પ્રકારના આદિવાસી નૃત્ય દ્વારા નાચગાન કરતા નીકળ્યા હતા ફતેપુરા તાલુકો માનગઢ ની નજીક હોવાના કારણે માનગઢ જવા માટે લોકોને ફતેપુરા તાલુકામાંથી જવું પડતું હોય છે દાહોદ જિલ્લો પંચમહાલ જીલ્લો તેમજ મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓ તેમજ છોટા ઉદેપુર જિલ્લાના લોકો મોટી સંખ્યામાં માનગઢ ધામ ખાતે દર્શન અર્થે જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન લઇને માનગઢ જતા જોવા મળ્યા હતાફતેપુરા મુકામે આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી આદિવાસી નૃત્ય જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા ફતેપુરા નગરના નગરવાસીઓ દ્વારા તેમનું સ્વાગત કરી પાણી પીવડાવ્યું હતું તો મુસ્લિમ બિરાદારો પણ આદિવાસી સમાજના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી હતીફતેપુરા નગરમાં આદિવાસી દિવસ એક ઉત્સવ બની ગયો લોકો ઉત્સાહથી આ ઉત્સવમા જોડાયા હતા નગરજનો દ્વારા ઠેરઠેર જગ્યાએ આદિવાસી સમાજ સાથે કદમથી કદમ મિલાવીને આ ઉત્સાહભેર ભાગ લીધો હતો પ્રવીણ કલાલ ફતેપુરા

