લીમડી પોલિસ 18,170 ના મુદ્દામાલ સાથે 6 જુગારીયોને ઝડપી પાડવામાં આવ્યા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
કારઠ મુકામે શ્રાવણીયા જુગારીઓને પકડી પાડતી લીમડી પોલિસ 18,170 ના મુદ્દામાલ સાથે 6 જુગારીયોને ઝડપી પાડવામાં આવ્યા
લીમડી સી.પો.સ.ઇ એમ.એફ.ડામોરને સરકારી શાળાના પાછળ, ખેડા ફળિયામાં કારઠ મુકામે શ્રાવણીયો જુગાર રમતા લોકોની માહિતી મળી હતી. બાતમીના આધારે ત્યાં રેડ પાડતા છ ઈસમોને રોકડા 17,170 સાથે રંગે હાથે જુગાર રમતા ઝડપાઈ ગયેલ હતા સાથે 1000 ની કિંમતનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવેલ હતો. આમ લીમડી પોલિસ દ્વારા ગેરકાયદેસર રીતે જુગાર રમતા લોકોને પકડી પાડવામાં સફળતા મેળવેલ હતી.