મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી
મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું મહુધા તાલુકાના મીનાવાડા ગામે રહેતા સુરેશભાઈ રાવજીભાઈ ચૌહાણના કાકાનો દીકરો લક્ષ્મણભાઇ ચંદુભાઈ ચૌહાણ અને મહુધા તાલુકાના ખુટજ ગામે રહેતા પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ ગઇ કાલે સવારે મિત્ર અજયભાઈ ભરતભાઈ સોઢા સાથે મોટરસાયકલ પર સિંહુજ ચોકડીએ નાસ્તો કરવા ગયા હતા. મોટરસાયકલ પ્રશાંતભાઈ ચલાવતાં હતાં. સવારના ૭ વાગ્યાની આસપાસ મહુધાના હજાતીયા પાટીયાથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક્ટિવાના ચાલકે ઉપરોક્ત મોટરસાયકલને આગળના ભાગે અથડાવ્યુ હતું. બંન્ને વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. વધારે ઈજાગ્રસ્ત થયેલ અજયભાઈ ભરતભાઈ સોઢાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે અજયને મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ મામલે પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલે ઉપરોક્ત એક્ટીવા વાહન ચાલક સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.