દાહોદ જિલ્લામાં લોકો દ્વારા સંચારબંધીનું ચુસ્ત પાલન : કેટલીક જગ્યાએ પોલીસને ડંડાવાળી કરવી પડી

અજય બારીયા/અનવરખાન પઠાણ (દાહોદ)
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી (લીમડી)
સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા(સુખસર)

દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં ૧૪૪ મુજબના જાહેરનામા બાદ જિલ્લામાં સંચાલબંધી લાગુ કરવામાં આવી છે ત્યારે માત્ર સવારના ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતા લોકોની દુકાને ખરીદી કરવા ભારે ભીડ ઉમટી હતી. આ બાદ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવા માંડી હતી ત્યારે બીજી તરફ શહેરમાં ૧૪૪ના જાહેરનામા બાદ પણ લોકોની અવર જવર ચાલુ રહેતા પોલીસ દ્વારા ઠેરઠેકારણ ડંડાવાળી કરવાની ફરજ પણ પડી હતી.
કોરોના વાયરસ સામે લડત આપવા ગઈકાલથી દાહોદ જિલ્લામાં ૧૪૪ના જાહેરનામા હેઠળ સંચાલબંધી લાગુ કરી દેવામાં આવી છે. ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવાના આદેશો સાથે આજ વહેલી સવારથી કરિયાણુ વિગેરે ખરીદ કરવા માટે લોકોની શહેરમાં ભારે ભીડ જાવા મળી હતી. લોકો ઘરની બહાર નીકળી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી પરત ઘરે જવા રવાના પણ થયા હતા પરંતુ બાદમાં ૧૧ વાગ્યા બાદ તંત્ર દ્વારા શહેરમાં પેટ્રોલીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ વચ્ચે શહેરના કેટલાક લોકો ઘરની બહાર વગર કામે નીકળતા પોલીસ દ્વારા સમજાવટ બાદ ન માનતા દંડાવાળી કરવાની ફરજ પડી હતી.
#Dahod Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: