લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ દ્વારા બાળકોને ધાર્મિક જગ્યાએ પિકનિક લઈ જવામાં આવી.
પંકજ પંડિત
લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ દ્વારા બાળકોને ધાર્મિક જગ્યાએ પિકનિક લઈ જવામાં આવીલીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી તારીખ 8 ઓગસ્ટ 2023 ના રોજ શાળામાંથી ધોરણ એક અને ધોરણ બે ના વિદ્યાર્થીઓને લીમડી નગરમાં આવેલ હનુમાન ટેકરી પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના મેનેજિંગ ડાયરેક્ટર અમિતભાઈ દેવડા તેમજ શાળાના આચાર્યા મિત્તલ એન શર્માના માર્ગદર્શન હેઠળ હેતલબેન અને ઊર્મિબેન દ્વારા બાળકોને હનુમાનજી મંદિર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બાળકોને હનુમાન ચાલીસા પાઠ કરાવ્યા અને રામધૂન તેમજ ભજનો પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોને શુદ્વ વાતાવરણમાં અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી તેમજ ડાન્સ પણ કર્યો હતો બાળકોએ બહુ આનંદ માણ્યો હતો.