જમીન સંબંધી ઝઘડામાંએક ઈસમને ગંભીર ઈજાઓ.
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામે થયેલ જમીન સંબંધી ઝઘડામાં લાકડી તથા ગડદાપાટુનો મારમારી એક ઈસમને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામે સુકીમાળી ફળિયામાં રહેતા નાનકાભાઈ દીતાભાઈ બારીયાએ તેના ફળીયામાં રહેતા સડીયાઊભાઈ પારગી નામના વૃધ્ધને બેફામ ગાળો બોલી તમોને મારી જમીનમાંથી નીકળવા નહીં દઉ, તમારા ઘરો મારી જમીનમાં છે તે અહીંથી ઉઠાવી લો. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની ખીલ્લીવાળી લાકડી સડીયાભાઈને કપાળના ભાગે, માથાના ભાગે તથા ડાબા હાથે મારી કપાળ તથા માથુ લુહાણ કરી તથા ગડદાપાટુનો મારમારી અતિગંભીર ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત સડીયાભાઈને સારવાર અર્થે ૧૦૮ મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.આ સંબંધે ઢાઢીયા ગામના ગંભીર ઈજાગ્રસ્ત સડીયાભાઈ પારગીના દીકરા ૪૨ વર્ષીય સુરેશભાઈ સડીયાભાઈ પારગીએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે ઢાઢીયા ગામે સુકીમાળી ફળિયામાં રહેતા નાનકાભાઈ દીતાભાઈ પારગી વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૨૩, ૩૨૬, ૫૦૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.