એમ.બી.બી.એસ. ભરતી પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ પુર્ણ કર્યા પછી ભરતી સમિતિએ પ્રથમ રાઉન્ડની ભરતી પ્રક્રિયા રદ કરવા બાબતે.
દાહોદ તા.૧૦ અજય સાંસી
એમ.બી.બી.એસ. ભરતી પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ પુર્ણ કર્યા પછી ભરતી સમિતિએ પ્રથમ રાઉન્ડની ભરતી પ્રક્રિયા રદ કરવા બાબતે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ સુપરત કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ દેશના રાષ્ટ્રપતિ, રાજ્ય પાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધતું આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, હાલ ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪માં અન્ડર ગ્રેજ્યુએટ એમબીબીએસની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે જેમાં ભરતીની પ્રક્રિયા ઓનલાઈન એસીપીસી દ્વારા પારદર્શક રીતે થાય છે અને દરેક વિદ્યાર્થી એડમીશન લેવા માટે ઓનલાઈન પોતાની રીતે ચોઈસ ફીલીગ કરતાં હોય છે જેની પ્રક્રિયામાં હાલમાં પ્રથમ રાઉન્ડનું મેરીટ પ્રમાણેની યાદી જાહેર થયેલ હતી જેમાં વિદ્યાર્થીઓના મેરીટ પ્રમાણે જાતિ પ્રમાણે નીટના મેરીટ ક્રમાક અને જાતિ ક્રમાંક પ્રમાણે મેરીટમાં આળતી કોલેજાેમાં પ્રથમ રાઉન્ડ જાહેર કર્યાે છે જેમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો એલોઅમેન્ટ લેટર હેલ્થ સેન્ટર પર જઈ ફી ભરી સર્ટિફીકેટસ કરાવી ઓરીજનલ પ્રમાણપત્રો જમા કરાવી એડમીશન ઓર્ડર લઈ લીધો છે અને તા.૦૮.૦૮.૨૦૨૩ ના રોજ એસીપીસી ભરતી સમિતિએ એવી જાહેરાત કરેલ છે કે પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફીલીગ અને ભરતી ભરતી રદ કરવામાં આવે છે અને પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફીલીગ ફરીથી કરવાનું રહેશે જે રદ કેમ કરવામાં આવે છે એ બાબતનો ખુલાસો એપીસીપી કરે કોઈ રાજકીય નેતાઓના દબાણથી આ પ્રક્રિયા રદ કરવામાં આવેલ હોય એવું જણાઈ આવે છે. વિદ્યાર્થીઓની જે તે સંસ્થાની ફી પણ ભરી દીધેલ છે અને પોતાની શીટ પણ મળી ગયેલ હોય અને જે તે સંસ્થાનો એલોએમેન્ટ લેટર પણ મળી ગયેલ છે અને પાકા સર્ટીઓ પણ જમા કરાવી દીધેલ છે તો પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ જે શીટ મળેલ છે તે યથાવત રાખવામાં આવે આવે અને બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ બાબતે એસીપીસી પાસે ખુલાસો માંગવા અને ઓર્ડર થયેલ છે જેમને યથાવત રાખવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે