લીલવા દેવા ગામ માં મેરી માટી ,મેરા દેશ તેમજ વીરો કો વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.
પંકજ પંડિત ઝાલોદ
આજ રોજ તારીખ ૧૦/૦૮/૨૦૨૩ના રોજ લીલવા ઠાકોર ગામ માં મેરી માટી ,મેરા દેશ તેમજ વીરો કો વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જે ભારત સરકાર ની મંત્રાલય યુવા અને ખેલ અને સંકૃતિક કાર્યક્રમ મંત્રાલય સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભારત દેશ માં મેરી માટી મેરા દેશ અભિયાન આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તે ઉપલક્ષ માં દરેક ગ્રામ પંચાયત માં અમૃત વાટિકા જેમાં 75 ભારતીય નસલ ના રોપા દ્વાર નિર્માણ કરવાનું હતું ,સાથે જ માટી કળશ માં અમૃત સરોવર તેમજ ગામ ની માટી ને હાથ માં લઇ પંચપ્રન પ્રતીક ના લઇ માટી કળશ માં મુકવામાં આવી ,આ માટી કળશ તાલુકા કક્ષાએ પહોંચી ત્યાંથી જિલ્લા કક્ષાએ જશે અને અંતઃ કર્તવ્ય પથ દિલ્હી મોકલવમાં આવશે ત્યાં આ માટી થી બગીચો બનશે,તૈયાર બાદ આ કાર્યક્રમ માં વીર જવાનો,જે ભારત દેશ ની સેવા કરી ચૂક્યા ,તેમજ શહીદો ને વંદન માટે તેમના નામની શીલા ફલક બનાવી વીરો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી ,તેમ દેશ ની સેવા કરી ચૂકેલા વીરો નું સન્માન કરવામાં આવ્યું હતું.સાથો સાથ રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ.
જેમાં લીલવા ઠાકોર ના તલાટી ક્રમ મંત્રી સુનીલ ભાઈ માલી , સરપંચ , ડે.સરપંચ મુકેશ ભાઈ ખાગુડા,નેહરુ યુવા કેન્દ્ર દાહોદ ના
હિમાંશુ કુમાર લબાના તેમજ તમામ ગ્રામ જનો હાજર રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવયો હતો.