ઝાલોદ તાલુકાના ગરાડુ શાળામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ગરાડુ શાળામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
તારીખ 08-08-2023 ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગરાડુ ગામના તળાવ ફળિયા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કરવામાં આવી. શાળાના દરેક બાળકોએ વિવિધ વેશભૂષામાં ઉમંગભેર ભાગ લઈ પ્રોગ્રામની શોભા વધારી હતી. શાળાના આચાર્ય દિનેશ મછાર દ્વારા આદિવાસી દિવસની ઉજવણીને લઈ બાળકોને સુંદર માગૅદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના સ્ટાફગણ દ્વારા આ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લઈ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. શાળાના બાળકોએ સંગીતના તાલે ગરબા તેમજ નૃત્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના તમામ શિક્ષકો તેમજ smdc અધ્યક્ષ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.




