લાયન્સ ક્લબ લીમડી દ્વારા જવાનોને ફૂડ વિતરણ કરાયું
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
લીમડી તારીખ 25
દેશભરમાં હાલ કર્ફ્યુ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે આવા સમયે દાહોદ જિલ્લો પણ જડબેસલાક બંધ રહેવા પામ્યો છે મહામારીથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના અનેક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે આવા સમયે લાયન્સ ક્લબ લીમડી દ્વારા લીમડી નગરમાં ફરજ પર તૈનાત જવાનોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાવાયરસ ના પગલે સમગ્ર વિશ્વમાં કટોકટી જાહેર કરી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે આવા સમયે અનેક લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછત સર્જાતા અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ લાયન્સ ક્લબ લીમડી દ્વારા ડ્યુટી પર જવાનોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને આ ફુડ વિતરણ 15 તારીખ સુધી વિતરણ કરવામાં આવશે તથા. અન્ય જે પણ લોકોને ખાવા-પીવાની તકલીફ પડતી હોય તેમને પણ ખૂબ પેકિંગ દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવશે. તેમ પણ જાણવા મળ્યું છે.
#dahod sindhuuday

