નડિયાદમાં મકાન બતાવાના બહાને ચાર સખ્સોએ પિસ્તોલની અણીએ લુંટી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં મકાન બતાવાના બહાને ચાર સખ્સોએ પિસ્તોલની અણીએ લુંટી લીધો
આણંદ જિલ્લાના કરમસદ તાલુકાના બાકરોલમાં પ્રતિકકુમાર અશ્વિનભાઇ પટેલ રહે છે. જેઓ ૮મી ઓગસ્ટના રોજ તેમના મિત્ર જીગર ઉર્ફે ઢોલીયો સતિષભાઇ પટેલ (રહે.થામણા તા.ઉમરેઠ જી.આણંદ) તથા તેનો મિત્ર ગૌરવ શાહ (રહે.નડિયાદ)એ બિલ્ડરને નડિયાદ ખાતેનુ એક મકાનબતાવવા માટે બાકરોલ તળાવ પાસેથી ગાડીમાં બેસીને નડિયાદ આવ્યા હતા. જીગર પટેલે બિલ્ડરને નડિયાદ વાણીયાવડ પાસે આવેલ એક બંધ મકાન ગાડીમાં જ બેઠા બેઠા બતાવેલ હતુ. જે મકાનબિલ્ડરને પસંદ આવતા તેઓએ જીગર પટેલને તે મકાન ખરીદવાનીહા પાડતા તેના જરૂરી દસ્તાવેજો જોવા માટે શહેરના સરદાર ઓવર બ્રિજની નીચેના રોડ ઉપર આવેલ પ્રમુખ વંદના ફ્લેટ પાસે ગયા હતા. જયાં બિલ્ડરને નીચે ઉતારી તેના લમણે પિસ્તોલ મુકી દેતા બિલ્ડરગભરાઇ ગયો હતો. બિલ્ડરને પ્રમુખ વંદના ફ્લેટની લીફ્ટમાં બીજા માળે મકાન નં. ૨૦૧ના મકાને આગળ લઇ જઇને જીગર પટેલે તે મકાનનો ડોરબેલ મારતા તેનો દરવાજો ગૌરવ શાહે ખોલ્યો હતો. આ સમયે મકાનમાં બે અન્ય વ્યકિતઓ પણ હતા. ઘરમાં પ્રવેશતા બિલ્ડરને લમણામાં જોરથી ફેંટ મારી દીધી હતી. જેથી પ્રતિકભાઇ નીચે પડી ગયા હતા. કપડાં કાઢી હાથ પગ બાંધીને ચારેય જણાઓએલાકડાના દંડાથી માર માર્યો હતો. બહુ પૈસા તે ભેગા કર્યા છે. પાંચ કરોડ આપવા પડશે. નહીંતો તને મારી નાખીશું. તારી સોસાયટીમાં બે માણસો મોકલ્યા છે. જે તારા પરિવારને પણ મારી નાખશે. બિલ્ડરે નાપાડતા જીગર તથા ગૌરવ શાહે બિલ્ડરના લમણે પીસ્તોલ મુકી ધમકીઆપીને તારો દિકરો કઇ શાળામાં ભણે છે. તે પણ અમોને ખબર છે.તેમજ તારી પત્નીને પણ અમે પતાવી દઇશુ. બાદમાં રોકડા રૂપિયા ૨૫હજાર તેમજ સોનાની આશરે બે તોલાની લકી કિંમત રૂપિયા ૧ લાખ, ગળામાં પહેરેલ સોનાની ચેઇન જેનુ વજન આશરે૧૩ તોલા કિંમત રૂપિયા ૬ લાખ ૫૦ હજારની છીનવી લીધી હતી. બેમોબાઇલ તથા કારની ચાવી લઇ લીધેલ હતી. સંબંધીઓ પાસે પૈસામંગાવવામાં સંમત ન થતાં માર માર્યો હતો. આરોપીઓએ કોરા ચેકમાંસહીઓ કરાવી લીધી હતી. ગુગલ પેથી ગૌરવશાહે પોતાના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી લીધા હતા. આમ કુલ કિંમત રૂપિયા ૮ લાખ ૮૫ હજારની લૂંટ ચલાવી હતી. બાદમાં રાત્રે બિલ્ડરને છોડીદીધા હતા. આને ધમકી આપી.જો પોલીસ કેસ કરશો તો તમને છોડીશું નહીં. ત્યારબાદ દવાખાને જતાં ડોકટરે પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવી હતી. જેથીપોલીસે આ બાબતે ટેલિફોનિક વરધી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાંટ્રાન્સફર કરી હતી. જેથી તેઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા ગયા હતા અને સમગ્ર બનાવની હકીકત જણાવતા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે લૂંટ કરનાર આરોપી જીગર ઉર્ફે ઢોલિયો સતિષભાઈ પટેલ (રહે.થામણા), ગૌરવકુમાર ઠાકોરલાલ શાહ (રહે.નડિયાદ, ૨૦૧ પ્રમુખ વંદના ફ્લેટ) અને અન્ય બે ઈસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.