દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ભીમપુરી પ્રાથમિક શાળામાં રજત મહોત્સવ ઉજવાયો.
પંકજ પંડિત
દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ભીમપુરી પ્રાથમિક શાળામાં રજત મહોત્સવ ઉજવાયો. દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ભીમપુરી પ્રાથમિક શાળામાં રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ઝાલોદ તાલુકાના ફૂલપુરા સી.આર.સી ક્લસ્ટરના વનવિરસિંહ અળખુબા રાઠોડ મુખ્ય મહેમાન તરીકે તેમજ ભીમપુરી પ્રા.શાળા ના એસ.એમ.સી.ના અધ્યક્ષ ડામોર ગલુભાઈ સુરતાનભાઇ શાળાના એસ.એમ.સી.ના સભ્યો આ શાળાના આચાર્ય પારગી પરથીગભાઈ ચુનિલાલ તથા આજુબાજુની પ્રાથમિક શાળાના શિક્ષકગણોએ પણ હાજરી આપેલ હતી. તેમાં મુખ્ય મહેમાન વનવીર સિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવેલ હતો. તથા ગામમાંથી પધારેલ ગ્રામજનો બહેનો અને આ શાળાના બાળકો દ્વારા આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. આ રજત મહોત્સવની ઉજવણી આનંદભેર અને ઉત્સાહ રીતે કરવામાં આવી હતી. અને આ શાળાના આચાર્ય દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને છેલ્લે આ કાર્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ તમામ છુટા થયેલ હતા.