ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પાણીના વલખાં મારતી કિશોરીઓ.

*ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પાણીના વલખાં મારતી કિશોરીઓ*

બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો 6 થી 12 માં અભ્યાસ કરતી 150 કિશોરીઓ અભ્યાસ કરી રહી છ સરકાર દ્વારા આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગની મહિલાઓ શૈક્ષણિક ક્ષેત્રે પછાત રહે નહી તે હેતુથી ભણતરના પ્રથમ પગથિયાથી લઈ શિક્ષણ પૂરું થતાં સુધી સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક થી લઈ તાલુકા- જિલ્લાના જવાબદારોના મનસ્વી વહીવટથી સરકારના આયોજન મુજબની સુવિધા મળતી નહીં હોવાની અવારનવાર બુમો ઉઠતી રહે છે.તેવી જ રીતે હાલ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાલિકાઓ પાણી વિના વલખાં મારતી હોવાની ફરિયાદ ઊઠવા પામેલ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ગત ચારેક વર્ષથી સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.અને હાલ અહીંયા 150 જેટલી ધોરણ 6 થી 12 સુધીમાં અભ્યાસ કરતી કિશોરીઓ રહે છે.અને અભ્યાસ કરી રહી છે આ વિદ્યાલય પાછળ સરકાર દ્વારા ખાવા, પીવા,રહેવાની તમામ પૂર્ણ સુવિધા માટે વર્ષે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી રહી છે.તેમ છતાં અહીંયા વસવાટ કરી અભ્યાસ કરતી કિશોરીઓને પીવાના તથા વાપરવાના પાણીના વલખાં પડી રહ્યા હોવાની બૂમો ઊઠવા પામેલ છે. જોકે અહીંયા અગાઉ બોર કાઢવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ જતા તે બિન કાર્યરત છે.તેમજ નજીકથી પસાર થતી કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન પણ જઈ રહી છે.તેમજ ભાણા સીમલ યોજનાનું પાણી અઠવાડિયામાં એકાદ દિવસ અડધાથી પોણા કલાક સુધી આવે છે.જે અહીંયાની વિદ્યાર્થીનીઓ માટે પૂરતું નથી.ત્યારે પાણીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે અહીંયા નવીન બોર અથવા તો કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન માંથી જો�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!