લીમડી પોલીસની સરાહનીય કામગીરી : મજૂરોને સહી-સલામત તેઓના વતન પહોંચાડ્યા
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
લીમડી તારીખ 25
હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે ત્યારે તેવા સમયે પરપ્રાંતમાં મજૂરીકામ અર્થે ગયેલા ભાઈ બહેનોને દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પી.આઇ ઝાલા તેમજ મહેશભાઈ ચૌધરી દ્વારા બહારથી આવેલા આ મજૂરોને પોતાના પતન સુધી પહોંચાડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાવાયરસ સામે લડત આપવા ૨૧ દિવસનું કર્ફ્યુ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લાગુ કરી દેવામાં આવ્યું છે આવા સમયે પોલીસ દ્વારા ખડે પગે ઉભા રહી દેશની સેવા કરી રહ્યા છે આવા સમયે લોકો દ્વારા પણ પોલીસને આ મામલે પૂરતો સાથ અને સહકાર આપે તે અતિ આવશ્યક છે આ દરમિયાન પરપ્રાંતના મજૂરીકામ અર્થે ગયેલા ભાઈઓ-બહેનો ને દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પીઆઈ ઝાલા તેમજ મહેશભાઈ ચૌધરી દ્વારા આ મજૂરોને જરૂરી સુવિધાઓ પુરી પાડી તેઓના વતન સુધી સલામતી કાળજીપૂર્વક પહોંચાડી પસંદગીની કામગીરી કરતા જિલ્લાવાસીઓએ પોલીસ તંત્રને વધાવી લીધી હતી.
#Dahod sindhuuday

