કતવારા પોલીસે મકાઈના ખેતરમાંથી રૂા. ૬૩ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યું.
જયેશ ગારી કતવારા
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના આગાવાડા ગામે ગામના બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ ગાડીમાંથી મકાઈના ખેતરમાંઉતારતાની સાથે જ ત્યાં ત્રાટકેલી કતવારા પોલિસે જાેઈ ગાડીનો ચાલક ગાડી લઈ નાસી ગયો તેમજ બુટલેગર મકાઈના ખેતરમાં થઈ નાસી જતાં પોલિસે મકાઈના ખેતરમાંથી રૂા. ૬૩ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
જેના સેનાપતિ દ્રઢ મનોબળવાળો અને મજબુત તથા મક્કત હોય તેની સેવા કદી પાંગળી હોતી નથી આ સોનેરે વાક્યને દારૂ પકડવાના મામલે દાહોદ જિલ્લાની પોલિસે ચરિતાર્થ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આગાવાડા ગામના બુટલેગર નનુભાઈ ચંદીયાભાઈ મેડાએ મધ્યપ્રદેશમાંથી એક બોલેરો પીકપ ગાડીમાં વિદેશી દારૂ મંગાવ્યો હોઈ અને તે દારૂનો જથ્થો આગાવાડા ગામે મકાઈના ખેતરમાં ઉતારી રહ્યો હોવાની બાતમી કતવારા પોલિસને મળી હતી જે બાતમીના આધારે કતવારા પોલિસની ટીમે ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે આગાવાડા ગામે બાતમીમાં દર્શાવેલ મકાઈના ખેતરમાં ત્રાટકી હતી તે વખતે પોલિસને જાેઈ બોલેરો પીકપ ગાડીનો ચાલક ગાડી લઈ નાસી ગયો હતો જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર આગાવાડા ગામનો બુટલેગર નનુભાઈ ચંદીયાભાઈ મેડા મકાઈની આડમાં જઈ નાસી છુટ્યો હતો. પોલિસે સ્થળ પરથી રૂપિયા ૬૩,૬૪૮ની કુલ કિંમતના ઈંગ્લીશ દારૂની પ્લાસ્ીકની કુલ બોટલ નંગ-૬૨૪ પકડી પાડી કબજે લઈ કતવારા પોલિસે નાસી ગયેલા બોલેરો પીકપ ગાડીના ચાલક મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુરા તાલુકાના દોતેડ ગામના નવલભાઈ બાલુભાઈ ભુરીયા તથા આગાવાડાના બુટેલેગર નનુભાઈ ચંદીયાભાઈ મેડા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.