મહિસાગર જિલ્લાના ભાથલા ગામના ચાર લોકો ના મોત, ભારે આકરંદ સાથે અંતિમ યાત્રા નીકળી હતી.
બગોદરા અકાસ્માત મા
મહિસાગર જિલ્લાના ભાથલા ગામના ચાર લોકો ના મોત, ભારે આકરંદ સાથે અંતિમ યાત્રા નીકળી, હતી,
ગતરોજ અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઇવે પર થયેલા ગોઝારો અકસ્માત 10 લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. તે 10 મૃતકોમાં ચાર મૃતકો મહીસાગર જિલ્લાના વતની હતા. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા ભારે આકરંદ સાથે નીકળી હતી. ભાણીની બાધા કરી ચોટીલાથી પરત ફરતા મહીસાગર જિલ્લાના એક જ પરીવાર ચાર સભ્યોને કાળ ભરખી ગયો હતો અકસ્માત બાલાસિનોરના ભાથલા ગામના એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. જેમાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ભાથલા ગામે પહોંચ્યા હતા અને પરીવારને સાંત્વના પાઠવી હતી. અસ્માતમાં પરિવારના ચાર સભ્યોના મોતથી ગામ આખું હીબકે ચઢ્યું મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલા ગામના એક જ પરિવારના ચાર લોકો ચોટીલાથી પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ જિલ્લાના બગોદરા બાવળા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તે ચાર સભ્યોની આજે તેમના વતન બાલાસિનોરના ભાથલા ગામે અંતિમ યાત્રા ભારે આકરંદ સાથે નીકળી હતી.
