કોરોના વાઈરસની મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ : લોકોમાં ચિંતા
સાગર પ્રજાપતિ / ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તારીખ 25
સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના એ હાહાકાર મચાવી મૂક્યો છે ત્યારે બીજી તરફ આજરોજ દાહોદ શહેરમાં કમોસમી વરસાદે આગમન કરતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વીજળીના કડાકા વચ્ચે વરસાદે આગમન કર્યું હતું. આવનાર દિવસોમાં શું આવી જ પરિસ્થિતિ રહેશે ? જેવી ચિંતાઓ લોકોમાં જોવા મળી રહી છે. 14 એપ્રિલ સુધી સમગ્ર ભારત દેશ બંધના એલાન વચ્ચે દાહોદ શહેર ના રસ્તાઓ આજથી સુમસામ નજરે પડી રહ્યા છે.
એક તરફ કોરોનાનો શહેર છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદે આગમન કરતાં આરોગ્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે દાહોદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરના એક વાગ્યાના આસપાસ વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. કોરોના વાઈરસના કહેર વચ્ચે કમોસમી વરસાદે આરોગ્યને લગતી ચિંતાઓમાં વધારો કર્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે ભાગ હાલ લોકો ઘરમાં બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે. આવનાર દિવસોમાં પણ શું આવી જ પરિસ્થિતિ રહેશે? જેવી ચર્ચાઓ સાથે દાહોદ જિલ્લાવાસીઓ હાલ lockdown નું પાલન કરી ઘરમાં જ બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે. વગર કામ સિવાય ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. Lockdown ની પરિસ્થિતિ વચ્ચે દાહોદ શહેરના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. અનેક ઠેકાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વગર કામ વગર ઘરની બહાર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ માત્ર આજ સવાર ના રોજ 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા તા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ બજારમાં જોવા મળી હતી.
#dahod sindhuday

