ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટર સાયકલ પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો.

વનરાજ ભુરીયા

ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટર સાયકલ પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો.તા.૧૩ની ના રોજ ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ.પટેલ તથા ગરબાડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા નિકળેલા તે દરમ્યાન ઝરીબુઝર્ગ ગામ તરફથી મોટર સાયકલ ચાલક કંતાનના થેલામા લગડુ બનાવી લઇ આવતા તેના ઉપર શંકા જતા બાઈક ઉભી રખાવી ચેક કરતા તેના થેલામા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ જણાઇ આવેલ. કંતાનના થેલામા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયરની બોટલો કુલ બોટલો નંગ-૧૨૦ જેની કિ.રૂ.૧૫,૮૪૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામા ઉપયોગમા લીધેલ મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૦,૮૪૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા નવા ફળિયા ગામના આરોપી નવીનભાઈ મલાભાઇ બારીયા વિરુધ્ધમા કારયદેસર ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: