લીમડીમાં પોલીસ અધિકારી દ્વારા પરપ્રાંતથી આવેલા મજુરોની વહારે
લીમડી,તા.૨૭
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
આજરોજ લીમડી ગામ માં પોલિસ અધિકારી કૃષ્ણપાલસિંહ ઝાલા સાહેબ અને ગ્રામ પંચાયત ના સભ્યો અને નગરજનો દ્વારા પર પ્રાંત માંથી આવેલા લોકો ને પોતાના વતન જવા માટે ગાડી ની સુવિધા કરી અને ચા નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ચિંતાના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારત દેશમાં પણ આ કોરોના વાયરસે પગ પેસારો કરતાં વડાપ્રધાન મોદી દ્વારા દેશને ૨૧ દિવસ સુધી લોકડાઉન કરવાના આદેશો સાથે દાહોદ જિલ્લામાં પણ તેનો ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા સમયે વાત કરીએ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરની તો લીમડી નગરમાં પરપ્રાંતમાં આવેલ મજુરોને પરત વતન મોકલવા માટે લીમડીના પોલીસ અધિકારી કૃષ્ણપાલસિંહ ઝાલા દ્વારા આ મજુરોને ગાડીની સુવિધા કરી આપી તેમજ ચા – નાસ્તાની વ્યવસ્થા કરી આપી ઉમદા કામગીરીનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.
#Dahod Sinhuuday

