પતિના ખોટા વહેમ ના ત્રાસ થી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું
નરેશ ગનવાણી નડિયાદ 1
પતિના ખોટા વહેમ ના ત્રાસ થી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે
ઠાસરા તાલુકાના જેસાપુરા ગામની ૨૦ વર્ષીય યુવતીને પતિના ખોટા વહેમ ના ત્રાસ થી રાણીયા પૂલ પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે જમાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો છે. ઠાસરા તાલુકાના જેસાપુરા ગોલવાડ સીમ વિસ્તારમાં રહેતા ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ ચાવડાની ૨૧ વર્ષિય દીકરી ક્રિશ્ના ના લગ્ન આજથી ત્રણ માસ અગાઉ સાવલી ના નારા ગામે રહેતા કિર્તનસિહ સાથે થયા હતા. લગ્નના ૧૫ દિવસમાંજ જમાઈ કિર્તન દિકરી પર ખોટા વહેમ રાખી મારઝુડ કરતા હતા.દિકરીએ તેના પિતાને ફોન કરી પિયરમાં તેડી જવા કહી કહ્યું હતું કે પતિ ખોટા શક કરી કહે છે તે મારે તને રાખવાની નથી મારે બીજા લગ્ન કરી લેવા છે તેમ કહેતાં દિકરીએ પિતાને ફોન કરી મારી સાસરીમાં નથી રહેવું જેથી દિકરીના પિતા અને કુટુંબીજનો જઇ દીકરીને સાસરીમાંથી પિયરમાં તેડી આવ્યા હતા. આ દરમિયાન તા.૧૩ ને રોજ દિકરીએ રાણીયા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ અંગે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ બળવંતસિંહ ચાવડાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે જમાઈ કિર્તનસિહ જશવંતસિંહ પરમાર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.