નડિયાદના કણજરી નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો મળી આવતાં ચકચાર.

નરેશ ગનવાણી

નડિયાદના કણજરી નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો મળી આવતાં ચકચાર નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો અને મૃત બાળક મળી આવ્યા છે. આ નવજાત બાળકને જીવત કે મૃતપાય હાલતમાં પોતાનું પાપ છુપાવવા ત્યજી દેવાયું હોવાની  શંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર દોડી આવ્યા હતા. નડિયાદ તાલુકાના કણજરી ગામે  નગરપાલિકાનો કીડી વાળો કૂવા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે. આ પ્લાન્ટ જય કોર્પોરેશન કંપની સંચાલિત છે. જેમાં સિફ્ટ વાઈસ ૧૦ લોકો કામ કરે છે. આ પ્લાન્ટમાં કણજરી ગામનું ગટરનું ગંદુ પાણી પંપીંગ સ્ટેશનમાં જાય છે અને ત્યાંથી આ ગંદુ પાણી ગટરની પાઈપો વડે આ પ્લાન્ટમાં આવે છે. પાણી ઈનપુટ ચેમ્બરમાંથી મીકેનીકલ સ્ક્રીનીંગમા આવે છે અને અહીંયા આવતો કચરો અહીયા અટકી જાય છે.ગતરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ  આ પ્લાન્ટમાં મીકેનીકલ સ્ક્રીનીંગમા કોઈ માનવીય અંગોના અવશેષો જોવા મળ્યા હતા. જેમાં એક નવજાત લગભગ અધુરા માસે જન્મેલ બાળક હતું.  નવજાત બાળકનો ધડથી અલગ હતું પગ અને હાથ  અલગ હતા.  પાલન્ટ પર કામ કરતા વર્કરે તુરંત પોતાના સુપરવાઈઝરને જાણ કરી હતી. આથી સુપરવાઈઝર બનાવ સ્થળે  દોડી ગયા હતા. અને નગરપાલિકાના અધિકારીઓ પણ દોડી ગયા હતા. જે બાદ કોઈ અજાણી વ્યક્તિએ આ નવજાત બાળકને જીવત કે મૃતપાય હાલતમાં ત્યજી દેવાયું હોવાની શંકા પ્રબળ બની છે.આ સમગ્ર મામલે ચકલાસી પોલીસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર જયેશભાઇ અમૃતભાઈ કૃષિકર ની ફરિયાદના આધારે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: