નડિયાદના અરેરા પાસે ટેમ્પો ઉથલી પડતાં એકનું મોત નિપજ્યું છે.

નરેશ ગનવાણી

નડિયાદના અરેરા પાસે ટેમ્પો ઉથલી પડતાં એકનું મોત નિપજ્યું છેનડિયાદ ગ્રામ્યમાં બન્યો છે. ગત ૧૪મી ઓગસ્ટના રોજ અમદાવાદના નરોડા રોડ પર રહેતા અશોકભાઇ શાંતીલાલ નાઈ લોડીંગ ટેમ્પો  ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નાસપતીની પેટીઓ ભરી આવ્યા હતા. તેમની સાથે ટેમ્પોમાં મજૂર તરીકે જયેશભાઇ દલપતભાઈ પરમાર (રહે.ઓમનગર સોસાયટી, મેઘાણીનગર, અમદાવાદ)ના આવ્યા હતા. નાસપતિની ખાલી કરી અમદાવાદ પરત ફરતા.  નડિયાદના અરેરા પાસે એકાએક ટેમ્પો ચાલક અશોકભાઇ શાંતીલાલ એ સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા રોડના ડીવાઈડર પર ચઢી ગયેલ  ટેમ્પો પલટી ખાઇ રોડની સાઈડમાં આવેલ ગટરમાં પડ્યો હતો. આ બનાવમાં અશોકભાઇ શાંતીલાલ નાઈ અને ટેમ્પોમાં બેઠેલા જયેશભાઇ દલપતભાઈ પરમારને શરીરે ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા  હતા.  ગઇકાલે સવારે ટૂંકી સારવાર દરમિયાન જયેશભાઇ દલપતભાઈ પરમાર નું કરૂણ મોત નિપજયું હતું. આ બનાવ મામલે ટ્રાન્સપોર્ટર કાળીદાસભાઈ ભવાનભાઈ સોલંકીએ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!