દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઈટાડી ગામે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે છાપો મારી ૦૬ જુગારીઓને ઝડપી પાડી.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઈટાડી ગામે પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે છાપો મારી ૦૬ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૮૦૦, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૧૩,૩૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ સંજેલી પોલીસને મળેલ બાતમીના આધારે ઈટાડી ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સંજેલી પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા સલીમભાઈ રશીદભાઈ શેખ, રશીદભાઈ ઉર્ફે ઢેબરો જરીફભાઈ પઠાણ, રાજુભાઈ મોતિભાઈ રાઠોડ, અલ્લારખ્ખા મજીતભાઈ શેખ, આરઈફભાઈ ઉર્ફે ઘેટી રજ્જાકભાઈ તુરા તથા રજ્જાકભાઈ ગનીભાઈ બાડીનાઓની અટકાયત કરી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૮૦૦, ૦૩ મોબાઈલ ફોન કિંમત રૂા. ૨૫૦૦ વિગેરે મળી કુલ રૂા. ૧૩,૩૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો.આ સંબંધે સંજેલી પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.