દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક મકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કરી તિજાેરીમાંથી ચોરી કરી.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક મકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કરી તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧,૮૦,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા. ૨,૩૦,૫૦૦ની મત્તાની ચોરી કરી અંધારાનો લાભ લઈ તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. અહીં આશ્ચર્યની વાત એ છે કે, ઘરમાં પરિવારજનો સુઈ રહ્યાં હતાં અને તસ્કરો મકાનમાંથી હાથ સાફ કરી નાસી જતાં આ ઘટનાની પરિવારજનોને જાણ સુધ્ધા ન થતાં સૌ કોઈ આશ્ચર્યચકિત છે.ગત તા.૧૨મી ઓગષ્ટના રોજ ખંગેલા ગામે મોટા ફળિયામાં રહેતાં મહેશભાઈ મોજીભાઈ મેડા તથા તેમના પરિવારજનો રાત્રીના સમયે જમી, પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં તે સમયે વહેલી સવારના સાડા છ વાગ્યાના આસપાસ અજાણ્યા તસ્કરોએ મહેશભાઈના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનની દિવાલમાં બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી તસ્કરોએ રોકડા રૂપીયા ૧,૮૦,૦૦૦, સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. ૫૦,૦૦૦ તેમજ એક મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૨,૩૦,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં ત્યારે આ ઘટનાની જાણ પરિવારજનોને ન થતાં અને ત્યાર બાદ સૌ કોઈ જાગતાં અને તિજાેરી ખુલ્લી જાેતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ પંથકમાં વાયુવેગે ફેલાતાં ચોરીની ઘટનાને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ સંબંધે મહેશભાઈ મોજીભાઈ મેડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.