નડિયાદ શહેરમાં આવેલી વર્ષો જૂની સબ જેલને તોડીને ત્યાં સિટી બસ સ્ટેન્ડકમ કોમ્પલેક્ષનું નિર્માણ કરાશે.

નરેશ ગનવાણી

નડિયાદની જૂની જેલને તોડીને સિટી બસ સ્ટેન્ડ અને કોમ્પલેક્ષનું નિર્માણ કરાશે નડિયાદ શહેરમાં આવેલી વર્ષો જૂની સબ જેલને તોડીને ત્યાં સિટી બસ સ્ટેન્ડકમ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે.

અંદાજિત રૂ ૨૫ કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. આગામી ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્ય મંત્રી સિટી બસ સર્વિસ યોજના અંતર્ગત સિટી બસ સ્ટેન્ડ બનાવવા અને તેની નિભાવણી થઇ શકે તે માટે વાણિયજય માટે કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. આ અંગેની વધુ માહિતી આપતા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરેજણાવ્યુ હતુ કે, નડિયાદ શહેરમાં રેલવે સ્ટેશનની બહાર નિકળતા અને જુના બસ સ્ટેશનની પાછળના ભાગે સબ જેલની જગ્યા આવેલી છે. આ જગ્યા અંદાજે પાંચ હજાર ચોરસ મીટર કરતા વધારે છે. જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હોવાને કારણે તે ખંડેર હાલતમાં ફેરવાઇ ગઇ છે. જયારે શહેરના મધ્યમાં આવેલી આ જગ્યાનો સદઉપયોગ થાય તેમાટે જે તે સમયે નગરપાલિકા દ્વારા આ જગ્યાને રાજ્ય સરકાર પાસેથી પોતાના હસ્તક લઇ લીધી હતી. તેમજ તેની માટેનાનાણાં પણ ભરપાઇ કર્યા હતા. હવે જયારે નડિયાદ શહેરનો વિકાસ ચારે તરફથી થઇ રહ્યો છે. જેમાં રેલવે સ્ટેશનની બહાર મોટુ કોમ્પલેક્ષ બની રહ્યુ છે. જયારે શહેરમાં નવુ આધુનિક બસ સ્ટેશન પણ બની રહ્યુ છે. આ ઉપરાંત શહેર અને ગામડાને જોડતા રસ્તાઓ અને શહેરીકરણને કારણે લોકોની અવરજવર પણ શહેર તરફ વધી છે. ત્યારે શહેરમાં સિટી બસ સેવાની પણ જરૂરિયાત ઉભી થવાની છે. આગામી પાંચ વર્ષમાં શહેરનો વિકાસ જે રીતે થઇ રહ્યો છે. જેમાં ટીપી સ્કીમો પણ ઉમેરાઇ રહી છે. નજીકના ગામડાઓ અને નડિયાદ શહેર વચ્ચેનુંઅંતર પણ વિકાસના કારણે ઘટી રહ્યુ છે. આવા સમયે શહેરના મધ્યમાં આવેલી આ સબ જેલનો સદઉપયોગ થાય તે માટેનુંકરવામાં આવી છે.આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ આ ખંડેર જગ્યાએ નવુસિટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. તેમજ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાશે. સાથે સાથે નીચે સિટીબસ સ્ટેન્ડ અને ઉપરકોમર્શિયલ દુકાનો પણ બનાવવા માટેનું આયોજન કરાયુ છે. જેથી આ જગ્યાનો સારી રીતે ઉપયોગ કરી શકાય. જેથીવાહનોને લઇને જે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. તે પણ ઘટી જશે. જેમાં આ સુવિધાને નિભાવવા માટે તેમજ નગરજનોનેસારી અને સસ્તી વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે નીચે બસ સ્ટેન્ડ અને ઉપર ત્રીસ જેટલી દુકાન બનાવાશે. જેની આવક થકી તમામ ખર્ચને પહોંચી શકાય, જેનો ડિટેઇલ એસ્ટીમેટ પણ બની રહ્યો છે. આગામી અઠવાડિયામાં તેનો એસ્ટીમેટ નકશા સાથે પણ આવી જશે. નડિયાદ શહેરમાં જેલની બાજુમાં જ ટાઉન હોલ આવેલો છે. જે ટાઉન હોલ તંત્રની દેખરેખના અભાવે ખંડેર બની ગયોછે. આ ટાઉન હોલની ઈમારત ખુબ જ જર્જરીત થઇ ગઇ હોવાને કારણે તેને ઉતારી લેવા માટેની કામગીરી પણ શરૂ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: