ખુનની કોશિશ કરનાર આરોપીને કોઠંબા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
ખુનની કોશિશ કરનાર આરોપીને કોઠંબા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો
મહીસાગર જીલ્લાના ઝુફરાલી ગામ ખાતે ખુનની કોશિશ તથા છેડતીનો ગંભીર ગુન્હો કરી ભાગી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં કાંઠબા પોલીસે ચારણગામ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ હતો. કોઠબા પોલીસને અંગત રાહે મળી હતી કે ખુનની કોશિશ તથા છેડતીનો ગંભીર ગુન્હો કરનાર આરોપી રાતના સમયે ચારણ ગામ ખાતે આવનાર છે. જયારે બાતમીના આધારે પોલીસના માણસો વોચ ગોઠવી અને ઉભા હતા તે સમય દરમિયાન આરોપીઓ આવી પહોંચતા પોલીસ આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતી. અને આગળની કાયવાહી કોઠંબા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલ હતી.