ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ને મધ્યપ્રદેશના જોબટ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ને મધ્યપ્રદેશના જોબટ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી
ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જોબટ વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજીજોબટ વિધાનસભા કોર કમિટીની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ધારાસભ્યશ્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મધ્યપ્રદેશના 192 જોબટ વિધાનસભાની સીટની જવાબદારી મળતા ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા વિધાનસભાના સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ ચર્ચા વિચારણા કરી હતી તેમજ કોર સમિતિની મિટિંગમાં હાજર રહી ચર્ચા વિચારણા કરી હતી તેમજ જોબટ માં નીકળેલ શિવ ગંગા યાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું