માલવણ આર્ટ્સ કૉલેજ મા NSS UNIT નો કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
માલવણ આર્ટ્સ કૉલેજ મા NSS UNIT નો કાર્યક્રમ યોજાયો.
કડાણા તાલુકાના માલવણ આર્ટસ કોલેજ ખાતે સ્વયંસેવક કાર્ય માર્ગદર્શન વિષય ઉપર ડૉ.અજયભાઈ સોની ઈ.સી.મેમ્બર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું વિશેષ વ્યાખ્યાન યોજાયો હતુ.
એન.એસ.એસના પ્રોગ્રામ ઑફિસર ડૉ.નરેશ વણઝારાના જણાવ્યા અનુસાર સંસ્થાના આચાર્યશ્રી અને એ.સી.મેમ્બર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ડૉ.સી.એમ. પટેલે સાહેબશ્રીને આવકાર આપ્યો તેમજ ડૉ.વિમલ ગઢવી ઈ.સી.મેમ્બર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ તેમનો પરિચય કરાવ્યો. ડૉ.અજયભાઈ સોનીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં આભાર દર્શન ડૉ.હરેશ ઘોણાએ કર્યું. કાર્યક્રમમાં ડૉ.એસ.બી જોશી, ડૉ.એલ.એમ.ડામોર, ડૉ.રમણભાઈ તાવિયાડ, ડૉ.ડી.વી.પરમાર, ડૉ.નરેશ મોર્ય, ડૉ.એ.જી. ત્રિવેદી, ડૉ.પરવીન મન્સૂરી, ડૉ.જે.કે.શાહ, ડૉ.સુનિલ સુથાર, શ્રી રમેશભાઈ તાવિયાડ, શ્રી નિલંજ પટેલ તેમજ સંસ્થાના બીજા અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.