સંતરામપુરના વાંકાનાળા ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગી.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુરના વાંકાનાળા ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગી
ઘટનામાં માલ સામાન સહિતરોકડ રૂપિયા બળીને ખાખ મહિસાગરના સંતરામપુર પ્રાંત ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલા નરસિંગપૂર વાંકાનાળા ગામમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. નરસિંગપૂર વાંકાનાળા ગામે રહેતા રમેશભાઈના મકાનમાં પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગતા મકનમાં રહેલા માલ સામાન બળીને ખાક થયો હતો. તો બીજી બાજુ કેટલાક રોકડ રૂપિયા પણ આગમાં બળી જવા પામ્યા હતા. જેથી મોટું નુકશાન થવા પામ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. નરસિંગપૂર વાંકાનાળા ગામમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બનતા આસપાસના સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી. બનાવ અંગે ગ્રામજનોએ સરપંચ, તલાટી સહિત સ્થાનિક તંત્રને જાણ કરી હતી.
