22 વર્ષથી મર્ડરના ગુનામાં ફરારઆરોપી ઝડપાયો આરોપીએ ઓળખ છુપાવવા ના આધારકાર્ડ કઢાવ્યું હતું.
સંજય જયસ્વાલ સંતરામપુર
22 વર્ષથી મર્ડરના ગુનામાં ફરારઆરોપી ઝડપાયો: આરોપીએ ઓળખ છુપાવવા ના આધારકાર્ડ કઢાવ્યું હતું, ન બેન્કમાં ખાતું ખોલાવ્યું; પોલીસે પોતાની ટીમ વર્ક થકી છુપાઈને રહેતા આરોપીને ઝડપી પાડ્યો પંચમહાલ ગોધરા રેન્જ આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેના અનુસંધાને ડીવાયએસપી પી.એસ.વળવીના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.ભગોરાની સૂચના હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની નાસતા ફરતા આરોપીઓ પકડવા ટીમની રચના કરવામાં આવી હતી. તે દરમિયાન ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસથી પીઆઇ એમ.વી.ભગોરાને બાતમી મળી હતી કે, છેલ્લાં બાવીસ વર્ષથી મર્ડરના ગુનાનો નાસતો ફરતો આરોપી મોહનસિંહ અભેસિંહ સોલંકી સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે આજદિન સુધી આધારકાર્ડ પણ કઢાવ્યું ન હતું કે કોઇ બેન્કમાં ખાતુ પણ ખોલાવ્યું ન હતું. તેનું નામ જિલ્લાના નાસતા ફરતા ટોપ ટેન આરોપીઓમાં હતું અને જિલ્લા પોલીસ અધિક્ષકે તેના પર દસ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસે આ આરોપીની હ્યુમન સોર્સથી તપાસ તેમજ તેની પત્ની પર વોચ રાખી તે આધારે તેઓ બારડોલી ખાતે રહેતા હોવાની માહીતી મળી હતી, પરંતુ આરોપી બાવીસ વર્ષથી નાસતો ફરતો હોવાથી હાલમાં તે કેવો દેખાતો હશે તેની પણ પોલીસ પાસે કોઇ માહિતી ન હતી. તેમ છતાં એક ટીમ બારડોલી ખાતે મોકલી હતી જેમાં આરોપી બારડોલીના બાબેન ખાતે ટેમ્પો ચલાવતા હોવાની માહિતી મળી હતી. તેના ઘરે રાત્રિના પોલીસને આરોપી ઓળખી ન શકે તે રીતે જઇ તપાસ કરતા તેનું મકાન અંદરથી લોક હતું જેથી પોલીસે ભાડેથી ટેમ્પો જોઇએ છે અમારે થોડો સામાન લઇ જવાનો છે. તેમ જણાવી તેના ઘરનો દરવાજો ખોલાવી આરોપીને ઝડપી પાડી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન લેખીતમાં જાણ કરી હતી અને વધુ કાર્યવાહી કરવા આરોપીને બાલાસિનોર ટાઉન પોલીસ મથકે સોંપ્યો છે. આમ બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી મર્ડરના ગુન્હામાં નાસતા ફરતા દસ હજારના ઇનામી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




