દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું.
દાહોદ તા.૨૨ અજય સાંસી
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી અંદાજે સાડા ત્રણ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે
ત્યારે આ પરિવાર વિસ્તારમાં આવેલ એક પરિવારને ત્યાં શુભ પ્રસંગમાં ગયાં હતાં અને તેજ સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા સમીમ કુરેશી તથા તેમના પરિવારજનો ગતરોજ રાત્રીના સમયે પોતાનાજ વિસ્તારમાં સમીમ કુરેશીના ભાઈના ત્યાં સગારીનો પ્રસંગ હોઈ તમામ પરિવારના સભ્યો સગાઈના પ્રસંગમાં ગયાં હતાં. રાત્રીના નવ વાગ્યાના સમયે શુભ પ્રસંગમાં ગયેલ પરિવાર મોડી રાત્રીએ પોતાના ઘરે આવતાં મકાનના દરવાજાનું તાળુ તુટેલું જાેઈ અને મકાનની અંદર જાેતા મકાનની અંદર મુકી રાખેલ તિજાેરી પણ તુટેલી હાલતમાં જાેવા મળી હતી. તિજાેરીનું લોકર તેમજ ઘરનો સરસામાન વેર વિખેર હાલતમાં જાેવા મળ્યો હતો. મકાન માલિકના જણાવ્યાં અનુસાર, તિજાેરીમાં મુકી રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી અંદાજે સાડા ત્રણ લાખની મત્તાની ચોરી થઈ છે ત્યારે આ મામલે વધુમાં મકાન માલિકના જણાવ્યાં અનુસાર, કોઈ જાણ ભેદુ દ્વારા આ ચોરી કરવામાં આવી છે અને અગાઉ પણ પોતાના ઘરમાં ચોરી થઈ હતી તેમ જણાવ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે આ સંબંધે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
