પેટ્રોલિંગમાં નીકળેલી ગરબાડા પોલીસે ગણતરીની મિનિટોમાં અલીરાજપુરના બંને લૂંટારૂને ઝડપી લીધા.
ગરબાડા તાલુકાના ભીલવા નજીક મહારાષ્ટ્રના પીકપ ચાલક જોડે લૂંટ:પોલીસે ગણતરીના મિનિટોમાં બંને લૂંટારાઓનો ઝડપ્યા..
પેટ્રોલિંગમાં નીકળેલી ગરબાડા પોલીસે ગણતરીની મિનિટોમાં અલીરાજપુરના બંને લૂંટારૂને ઝડપી લીધા..ગરબાડા
મહારાષ્ટ્રના શિરડીથી ફળફળાદી તેમજ શાકભાજી ભરેલી પીકઅપ ગાડી દાહોદ માર્કેટમાં ગાડી ખાલી કરી પરત મહારાષ્ટ્ર્ર તરફ જઈ રહેલા પીકપ ગાડીના ચાલકને મધ્યપ્રદેશ પાર્સિંગની બુલેટ પર આવેલા બે લુટારૂઓએ ભીલવા નજીક આંતરી મારઝૂડ કરી 5000 રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હતા.જોકે આ બનાવમાં ગરબાડા પોલીસે તાબડતોડ બંને લૂંટારુઓને ઝડપી જેલ ભેગા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના કોપરગાંવ ખાતેના રહેવાસી વિનાયક સૂર્યભાન વાકચરે તેમના જ ગામના સમાધાન લાલુ બિન્નર જોડે પોતાના કબજા હેઠળની MH-69-CV-0658 નંબરની પીકપ ગાડીમાં મહારાષ્ટ્રના શીરડી થી જામફળ ની ફળફળાદી તેમજ શાકભાજી ભરી ગતરોજ શિરડી ખાતેથી નીકળ્યા હતા અને આજરોજ વહેલી સવારે 05:30 વાગ્યાના અરસામાં દાહોદ માર્કેટમાં ફળફળાદી અને શાકભાજી ખાલી કરી પરત શિરડી જવા સવારના 8:30 વાગ્યાના સુમારે નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં ભીલવા નજીક Mp-69-ME-8893 નંબરની બુલેટ પર લૂંટના ઇરાદે આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સુરેશ ડુંગરસિંહ ચૌહાણ તેમજ સલમાન સરફફૂડી મકરાણીએ પીકપ ગાડીને આંતરી પીકપ ગાડીના કંડકટર સમાધાન બિન્નર જોડે માર્કુટ કરી 5000 રૂપિયાની માલમતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ લૂંટનો ભોગ બનનાર પીકઅપ ગાડીના ચાલકે પેટ્રોલિંગમાં નીકળેલી ગરબાડા પોલીસને સગડી હકીકત બતાવતા ગરબાડા પોલીસે ઉપરોક્ત લુંટારુઓનો પીછો કરી ગણતરીની મિનિટોમાં ઝડપી જેલભેગો કર્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના કોપરગાંવ ખાતેના રહેવાસી વિનાયક સૂર્યભાન વાકચરેએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે બંને લૂંટારૂ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.