ફતેપુરા બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા ગુજરાત એસ.ટી.ના ગોધરા વિભાગના વિભાગીય નિયામક.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા ગુજરાત એસ.ટી.ના ગોધરા વિભાગના વિભાગીય નિયામક
ફતેપુરા ખાતે આવેલ ગુજરાત એસ. ટી. ના બસ સ્ટેશનની ગુજરાત એસ.ટી.ના ગોધરા વિભાગના વિભાગીય નિયામક બી આર ડીંડોરે ઓચિંતી મુલાકાત લઈ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સહિતની વિવિધ ભૌતિક સુવિધાઓ અંગેની ચકાસણી હાથ ધરી હાથ ધરી હતી.તેઓએ ફતેપુરા બસ સ્ટેશન ખાતે આવેલ યુરીનલ બ્લોગ એટલે કે મુતરડીઓ,ટોયલેટ બ્લોક એટલે કે શૌચાલયો,પીવાના પાણીની ટાંકી,બસ સ્ટેશન એરિયા, ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ,લેડીઝ સ્ટાફ રેસ્ટ રૂમ તેમજ કંટ્રોલ કેબિન ની આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. તમામ જગ્યાએ તેઓએ ચકાસણી અને સમીક્ષા કરીને તાત્કાલિક સાફ-સફાઈની કામગીરી હાથ ધરાવી હતી.આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે બસ સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરોને આંખે ઉડીને વળગે તેવી સફાઈ તેમજ મુસાફરોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તેમ જ તમામ ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમે ઝુંબેશ ઉપાડી છે.ગુજરાત રાજ્ય એસ. ટી .નિગમ દ્વારા વાહનોની સફાઈ તેમજ બસ સ્ટેશનની સફાઈ નું સીધે સીધું મોનિટરિંગ કરવા માટે અમદાવાદ ખાતે એક અલગ વિભાગ ઉભો કરવામાં આવ્યો છે અને જેના માધ્યમથી દરેક ડેપોની સાફ સફાઈની બાબતોનું રોજ રોજ મોનિટરિંગ કરવામાં આવશે.આમ ગુજરાત એસ.ટી. ના ગોધરા વિભાગના વિભાગીય નિયામક બી આર ડિંડોરે ફતેપુરા બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઈ બસ સ્ટેશન ખાતે સફાઈ સહિતની વિવિધ બાબતો એ ચકાસણી હાથ ધરી અને બસ સ્ટેશનની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.