દાહોદ પોલીસ તેમજ આરએસએસની ઉમદા કામગીરી
સુભાષ એલાણી
દાહોદ તા.૨૯
દાહોદ શહેરમાં દાહોદ – ઈન્દૌર હાઈવે રોડ ખાતે ગતરોજ અહીંથી અવર જવર કરતાં મજુરોને દાહોદ જિલ્લા પોલીસ તેમજ આર.એસ.એસ દ્વારા ખાણીપીણી તેમજ વાહનની વ્યવસ્થા પુરી પાડી વતન ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
હાલ કોરોના વાયરસના કાળા કહેર વચ્ચે સમગ્ર દેશમાં મજુરો પલાયન થઈ રહ્યા છે અને આવા કટોકટીના સમયે પોતાના વતન ખાતે પહોંચી જવા ચાલતા કે જે તે વાહન મળ્યુ તેમાં બેસી રવાના થાય છે. આવા કપરા સમયે ચાલતા પગપાળા પસાર થઈ રહેલા મજુરો પોતાના વતન ખાતે પહોંચવા કેટલાક મજુરો દાહોદ ખાતેથી રવાના થયા હતા. ગતરોજ રાત્રીના આ મજુરો દાહોદ – ઈન્દૌર હાઈવે રોડ પરથી પસાર થતાં ત્યાથી ઉભેલ સ્થાનીક પોલીસ તથા આર.એસ.એસ દ્વારા આ મજુરોને ખાણીપીણીની સુવિધા પુરી પાડવામાં આવી હતી અને બાદમાં વાહનની વ્યવસ્થા કરી આપી તેઓને પોતાના વતન ખાતે રવાના કર્યા હતા.
#dahod #sindhuuday

