વીરપુર તાલુકાની શાળામાં ઝેરી સાપ ઘૂસતા બાળકો અને શિક્ષકોમાં ફફડાટ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
વીરપુર તાલુકાની શાળામાં ઝેરી સાપ ઘૂસતા બાળકો અને શિક્ષકોમાં ફફડાટ
વાઈલ્ડ લાઈફ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
મહીસાગર જિલ્લામાં ચોમેર જંગલો અને ડુંગરો આવેલા છે. જેથી અહીંયા જંગલી પ્રાણીઓ અને જાનવરો અવારનવાર રહેણાક વિસ્તારોમાં જોવા મળે છે. જિલ્લામાં અવારનવાર રહેણાક વિસ્તારોમાં અત્યંત ઝેરી પ્રજાતિના સાપ પણ ઘુસી આવતા હોય છે. તેવામાં ફરી એકવાર સ્પેક્ટિકલ કોબ્રા નામનો ખૂબ જ ઝેરી પ્રજાતિનો સાપ એક પ્રાથમિક શાળામાં ઘુસી આવ્યો હતો. સાપ શાળામાં ઘુસી આવતા બાળકો અને શિક્ષકોમાં ડર જોવા મળ્યો હતો.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ભવાની- 1 પ્રાથમિક શાળાના એક ઓરડામાં ઝેરી પ્રજાતિનો સ્પેક્ટિકલ કોબ્રા સાપ ઘુસી આવ્યો હતો. જેનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહીસાગર દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શાળામાં ઘૂસી ગયેલા સ્પેક્ટિકલ કોબ્રા સાપને હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા પર છોડી મુકવામાં આવ્યો હતો. ત્યારે આવા ઝેરી સાપનું સફળ રેસ્ક્યુ કરી લેતા શાળાના બાળકો અને શિક્ષકોએ હાશકારો અનુભવ્યો હતો.