ડાકોર ટેમ્પલ કમિટીનો નિર્ણય મંદિરમાં વીઆઇપી દર્શન કરવા માટે રૂપિયા 500 આપવા પડશે.
ડાકોર ટેમ્પલ કમિટીનો નિર્ણય મંદિરમાં વીઆઇપી દર્શન કરવા માટે ૫૦૦ રૂપિયા આપવા પડશે
ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રાવીન્દ્રભાઈના જણાવ્યુ કે ડાકોર ટેમ્પલ કમિટીની મીટીંગમાં દર્શને આવતા યાત્રીઓ માટે અને દર્શનાર્થીઓની સુખાકારીના ભાગરૂપે ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનો સાથે ચર્ચા કરી અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજીની સન્મુખ કિર્તનયાનીજાળીમાં ઉંબરા સુધી ભગવાનની નજીક જવાનો ચાર્જ રૂપિયા ૫૦૦ અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવા જવું હોય તો ૨૫૦ રૂપિયા લેવામાં આવશે. તો વળી ૧૨ વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે આ બન્ને જગ્યાએ દર્શન કરવા જવું હશે અને પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે તેવો નિર્ણય આ મીટીંગમા લેવાયો હતો.ગુરુવારથી આ સેવા પણ ભક્તો માટે શરૂ થઈ ચૂકી છે. આમ ડાકોર મંદિરમાં પણ અન્ય મંદિરોની જેમ વીઆઇપી દર્શનનો ચાર્જ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિન્દુભાઈ ભગત દ્વારા જણાવ્યા પ્રમાણે ટેમ્પલ કમીટીના ટ્રસ્ટીઓ સાથે અને સેવકભાઈ ઓ સાથે આ નિર્ણય લીધો છે. આ રકમ આવશે તેમાંથી ડાકોર મંદિરના ડેવલોપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે આ નાણાંનો અન્ય કોઈ ઉપયોગ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.


