રૂા. ૨. ૭૬ લાખની ઉચાપતના કેસમાં પોસ્ટ માસ્તરને એક વર્ષની કેદની સજા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
રૂા. ૨. ૭૬ લાખની ઉચાપતના કેસમાં પોસ્ટ માસ્તરને એક વર્ષની કેદની લુણાવાડા તાલુકાના વરધરી સબ પોસ્ટ ઓફિસમા સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મનુભાઈ વીરસિંગ પરમારે ફરજ દરમિયાન વર્ષ ૨૦૦૧માં તા. ૧૨ જુલાઈ થી તા. ૧૭ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસના કુલ ૧૮ ખાતેદારોના ખાતાઓમાં ગોટાળા કરી રૂા. ૨, ૭૬, ૦૦૦ની ઉચાપત કરી સરકારી હીસાબમાં જમા નહીં લઈ પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતાં. જે બાબતે લુણાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા જે કેસ ચાલી જતાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ હતી